*ભૂલ્યો માણસ* !
ટેકે ટેકે એ મોટો થયો, શિખવાડે એમ કરતો ગયો,
છે કોઈના સહારે જીવન, આજ કેમ ભૂલ્યો માણસ !
બુદ્ધિ અને વિવેક જેવા મિત્રોને આપ્યા,
સાથે સોના જેવી શક્તિ સહન કરવાની આપી,
ઉગારી શકે કોઈને, છતાં માણસોને કેમ ભૂલ્યો માણસ !
લાગણી શિલને પ્રેમ દિલનો ક્યાં કરું કઈ ખુલાશો !
ખબર છે એને, પકડ્યો છે હાથ કોઈએ મારો !
તો હું પણ બીજાને જીવન આપવાનું સુંદર કામ કરું.
પોતે ચડ્યા આગળ, પછી અભિમાની બની શું થયું કામ,
પ્રગતિના ખેલમાં, ભગવાનને પણ કેમ ભૂલ્યો માણસ !
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
TRUST ON GOD