"તરનારા છીએ અમે"
પરસ્પરથી વિખુટા પડી જનારા છીએ અમે.
નાવડીને નાંગરવાના બે કિનારા છીએ અમે.
અહીં જ જીવવાનું ને અહીં જ મરવાનું છે,
બળબળતા સુરજના તિખારા છીએ અમે.
અંતરના અંધારાં ઉલેચવા હલેસાં મારીએ,
ધગતા સુરજ આગળ વધનારા છીએ અમે.
ખિલી ઉઠયા ને મહેકાવી ગયું કોઈ અમોને,
જીવનમાં ખુબ ખુશ્બુ ભરનારા છીએ અમે.
મલપંતુ હાસ્ય હોંઠો પર આવ્યા કરે સતત,
તમારી આંખોનાં મોઘમ ઈશારા છીએ અમે.
સાગરના શરણે જઈને વસ્યા અમે "તકદીર"
મઝધારમાં રહીને પણ તરનારા છીએ અમે.
-જે.એમ.આહિર
"તકદીર"