કોરોનાનો પહેલો કેસ ક્યાં? કેરળ
ઓણમ ૨૦૨૦ પછી સ્થિતિ બગડી ક્યાં? કેરળ
બીજી લહેરમાં સૌથી વધુ કેસ ઓછી વસતિ છતાં ક્યાં હતા? કેરળ
અત્યારે પણ કેસ વધુ ક્યાં આવી રહ્યા છે? કેરળ
ઝીકા વાઇરસના કેસ ક્યાં મળ્યા? કેરળ
તો પણ વખાણ કોના? કેરળના મૉડલના
ન્યાયતતંત્રો પણ સુઓ મોટો નોંધ કોની નથી લેતા? કેરળની
પીઆઈએલ કોની વિરુદ્ધ નથી થતી? કેરળ
અને તો પણ કેરળના પૂર્વ આરોગ્ય પ્રધાન કે. કે. શૈલજા જેને નવી ડાબેરી સરકારે પડતાં મૂક્યાં તેમણે આઈઆઈએમ બેંગ્લુરુમાં કૉવિડ પ્રબંધન પર વ્યાખ્યાન આપ્યું!
આવું વ્યાખ્યાન આપવાનું નીતિન પટેલને થયું હોત તો? લિબરલો કેટલાં મીમ બનાવત? સતીશ આચાર્ય અને મંજુલ કાર્ટૂન બનાવત.
દેશવિદેશની ચર્ચા થાય પણ કેરળની ચર્ચા ન થાય. આને અઘોષિત કટોકટી કહેવાય?
નીઓ કમ્યૂનિસ્ટ આઆપના કહેવાતા દિગ્ગજ નેતાઓ કોરોનાના નિયમોના ધજાગરા કરે એ સમાચાર નથી. પણ ભાજપના યુવા મોરચાના નેતા કરે એ સમાચાર નથી, મોટા સમાચાર છે (છે જ, પણ પેલાય છે).
અને આ લોકોને તટસ્થ કહેવાય છે. ખરેખર તટસ્થ છે કારણકે ભલે સામા છેવાડાના પણ તટ પર બેઠા છે. ભૂલ આપણી છે આપણે એને નિષ્પક્ષ માનીએ છીએ. #Kerala #coronavirusindia #ZikaVirus #IIMBangalore #COVIDmanagement #KKShailja