પાછળ ફરીને જોઈ લઈએ જે કાલે હતા એ જ આજે છીએ તો જિંદગી બદલાય એવી આશા ફક્ત કિસ્મત લાગશે.
કિસ્મત પણ નવરૂ નથી બેસી રહ્યું કે તમને ધક્કા આપ આપ કરે,
આળસને સમજતા હોવ તો સમજી જશો શુ કીધું,
એક પથ્થર પડ્યો પડ્યો ખસે ખરો પણ ક્યારે પવન આવે ને ક્યારે ઠોકરો લાગે નક્કી નહીં વર્ષો નીકળી જાય એના કરતાં ખુદ જ એક હાથ ઊંચો કરીને ખસેડી દઈએ તો ?
બદલાવ માટે બદલાવ અત્યન્ત આવશ્યક છે,જો તમને બદલાવ નથી ગમતો તો હોય શકે ખુશ રહી શકો પણ સંપૂર્ણ આનંદ ન માણી શકાય,
લાઈફ એ અનંત દરિયા સમાન છે જેટલું પાણી ભરશો એટલો વધશે. ભવિષ્યના સુધારા તો દરેક માણસની તાકાત નથી કે પારખી માણી શકે પણ વર્તમાન સાથે ચાલતા સુધારાનો મેળ તો જરૂર સાધી લેવો,નીરન્તરતા પસન્દ હોય આચરણ કરવું ગમતું હોય તો વધુ સમય ન લાગે તફાવત પામતા.
ઈચ્છાના દરેક પગલાં એકસમાન નથી પરંતુ દૂર પણ નથી એકસરખી સુરેખામાં છે.પામતા જઈએ અને બદલાતા જઈએ જિંદગીના નવા આયામો શીખતાં જઈએ.
જ્ઞાન તો શબ્દ આપનાર પણ ખુદ પ્રભુ છે બાકી માણસની વિસાત નથી!.