તકલીફ દિલ ની કોઈને કહી નથી શકતો,
વેદના વિરહ ની હું શહી નથી શકતો,
આંસુ ને આંખ સુધી લાવી નથી શકતો,
જીવન ને ખુશી ખુશી જીવી નથી શકતો,
એકાંત સિવાય હું હવે રહી નથી શકતો,
મેહફીલ માં ઘડી બે ઘડી'ય બેસી નથી શકતો,
એને યાદ કર્યા સિવાય કંઇ કરી નથી શકતો,
એનાં વિના ક્ષણ પણ ખુશ રહી નથી શકતો,
ખ્વાબો માં આવતા એને રોકી નથી શકતો,
હકીકત માં એને હું બોલાવી નથી શકતો,
શું વાત છે હું કંઈ સમજી નથી શકતો,
વગર કારણે છોડી જવાનું કારણ જાણી નથી શકતો,
હવે તો બસ છેલ્લા શ્વાસ ની રાહ માં બેઠો છું,
જીવવાં તો નથી માંગતો હવે,
વફાદાર છું બેવફાઈ જિંદગી સાથે કરી નથી શકતો,