"લાગણી થી છલકાતાં મારા શબ્દો,
અજાણતા જ હોઠ પરથી સરકી જાય છે,😌
કવિતા બની કહેવાયેલા મારા શબ્દો,
કલમ થી કાગળ પર ઉતરી જાય છે,✍️
પ્રેમ ના તાંતણે બંધાયેલા મારા શબ્દો ,
સબંધો ને એકતા માં પરોવી જાય છે ,🥰
પુષ્પ થકી મહેકતા મારા શબ્દો ,
મન હૈયા ને ખુદ માં આકર્ષી જાય છે ,😍
દર્દ થી સંજોવાયેલા મારા શબ્દો ,
અશ્રુ થી પાપણ ને ભીંજાવી જાય છે ,🥺
કટાર ની ધાર માફક નીકળતા મારા શબ્દો ,
લાગણી સૌની દુભાવી જાય છે ,😔
આ શબ્દો શબ્દોમાં જ લખાયેલા મારા શબ્દો ,
શબ્દો ની જ કવિતામાં મને વર્ણવી જાય છે."🤗
-Mehta Mansi