Gujarati Quote in Poem by Dr. Brijesh Mungra

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તું અને હું
તું પ્રેમની વહેતી સરિતા ને હું મૂક પથ્થર મોટો, તું હળવું ફુલ સંધ્યા નું સંગીત ને હું શ્યામ રાતનો પરપોટો....(૧)
તું પ્રેમ નો સત્રોત અતૂટ ને હું ઘોર લાગણીનું વંટોળ, તું જાણે મૂરત વહાલની, ને હું ધમધમતો તડકો....(૨)
તું આશાનું કિરણ ગુલાબી ને હું સાગર ગમગીની નો, તું નાજુક વેલની ડાળ, ને હું અચળ નીમ નો છોડવો....(૩)
તું તેજસ્વી મશાલ અનેરી ને હું પ્રકાશ અનોખો, તું જાણે અવકાશ રંગીલું મજાનું ને હું અલડ અટુલો એકલો....(૪)
તું વરસ હવે બનીને વાદળ,તૃપ્ત કર મુજને ફરી, તું બનાવ અવકાશ અલીગું, સમાવીને મને એક ચમકીલો તારો.... (૫)

-Dr. Brijesh Mungra

Gujarati Poem by Dr. Brijesh Mungra : 111728843
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now