Gujarati Quote in Thought by SHILPA PARMAR...SHILU

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"અગર તુમ સાથ હો..."

ઘણી વાર કોઈકને એવું કહેવાનું મન થતું હોય છે કે, "કાશ તું સાથે હોત." ઘણા સંબંધો સાથ નથી આપી શકતા પણ એ યાદો જરૂર આપતા હોય છે. એમની સાથે વિતાવેલી મીઠી મીઠી ક્ષણો જ્યારે યાદ આવે છે ત્યારે ખરેખર નસીબ સાથે ઝઘડો કરવાનું મન થઈ જતું હોય છે. કોણ ક્યારે સાથ છોડી દેશે એ આપણને ખબર નથી. આપણા હાથમાં માત્ર આજ છે. જ્યારે જે વ્યક્તિ સાથે હોય એની સાથે મન મુકીને જીવી લેવું જોઈએ. એક કપલના નવા નવા લગ્ન થયા હતા અને લગ્નના ત્રણ જ વર્ષમાં તેની પત્ની મૃત્યુ પામે છે. ત્યારે પતિને ખરેખર એમ થાય છે કે, " આની સાથે મારે ઘણું બધું જીવવું હતું. કાશ આની સાથે હજી થોડીક ક્ષણો વધારે જીવવા મળી હોત તો કેવું સારું હોત." કાશ સાથે જોડાયેલા દરેક વાક્ય, "કાશ આવું થયું હોત તો કેવું સારું હોત" ત્યાં આવીને અટકી જતા હોય છે.

ઘણી વાર માણસ પ્લાનિંગ કરીને રાખે કે, આ વ્યક્તિ સાથે આ ઉંમરે હું અહીંયા જઈશ અથવા અમે આવતીકાલે સાથે હોઈશું. ખરેખર તો આવતીકાલ ક્યારેય આવતી જ નથી. જે હોય છે એ બધું આજ અને કાશની જ વચ્ચે હોય છે. જીવનનું ક્યારેય કોઈ પ્લાનિંગ નથી હોતું બસ ગમતી વ્યક્તિ સાથે જેટલું જીવાય એ બધું જ ખાસ બની જતું હોય છે. કાશમાં જીવવું એના કરતાં કોઈના સાથમાં જીવવું વધારે સારું. હાલની પરિસ્થિતિ જોઈએ તો કોરોનામાં ઘણા લોકોએ પોતના સ્વજનને ગુમાવ્યા છે. કોઈને ક્યાં ખબર હોય છે જ કે, આ શ્વાસ ક્યારે થંભી જવાના છે!! મરણ આવે ત્યારે સમયની ,વ્યક્તિની, છૂટતા શ્વાસ અને સંબંધોની કિંમત સમજાતી હોય છે.

હાથ, સાથ, સમય, વ્યક્તિ અને શ્વાસ છૂટી જાય એ પહેલાં એને જીવી લો. મળતી તકને ગુમાવશો તો એ કાશ બનીને જ રહી જશે.

છેલ્લે દિલથી કહું તો એક ગીત યાદ આવે છે:

પલ ભર ઠહર જાઓ,દિલ યે સંભલ જાયે
કેસે તુમ્હે રોકા કરું,મેરી તરફ આતા
હર ગમ ફિસલ જાયે, આંખો મે તુમકો ભરું
બિન બોલે બાતેં તુમ સે કરું
અગર તુમ સાથ હો

- SHILPA PARMAR "SHILU"

Gujarati Thought by SHILPA PARMAR...SHILU : 111728653
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now