મારુ એ હેરાન કરવું યાદ છે તને?
તારુ એ ગુસ્સે થઇને લડવું યાદ છે મને..
મારુ એ તરત જ સૉરી કહી દેવું યાદ છે તને?
તારુ એ ગુસ્સા મા મને બ્લોક કરવું યાદ છે મને..
મારુ એ અનબ્લોક કરાવા કરગરવું યાદ છે તને?
તારુ એ અંતે માની જવું યાદ છે મને
મારુ એ તારી પ્રત્યે ઝુકાવ યાદ છે તને?
તારુ એ કડકાઈભર્યુ વર્તન યાદ છે મને..
મારુ એ કંઇ પણ બહાને તારી સાથે બોલવું યાદ છે તને?
તારુ એ મારી લાગણીઓ ને હસી કાઢવું યાદ છે મને..
મારુ એ તારા માટે સજવું યાદ છે તને?
તારુ એ મારી સામે જોવું યાદ છે મને..
મારુ એ નજર ઝૂકાવી બેસી જવું યાદ છે તને?
તારુ એ ત્યાં ઘડીક થોભી નીકળી જવું યાદ છે મને...
મારુ એ તારાથી દૂર ઊભા રહેવું યાદ છે તને?
તારુ એ મને સંભળાય એમ બોલવું યાદ છે મને..
મારુ એ ગાડી માં બેસવું યાદ છે તને?
તારુ એ ત્યાંજ ઊભા રહેવું યાદ છે મને..
મારુ એ તને જ જોઈ રહેવું યાદ છે તને?
તારુ એ નજર અંદાજ કરતા રહેવું યાદ છે મને..
મારુ એ વખત રડી જવું યાદ છે તને?
તારુ એ બધું જાણતા હોવા છતાંય"ના"કહેવું યાદ છે મને..
તારુ એ"ના"કહેવું યાદ છે મને..#sdk #