" આપ જો આવો "
* * * * * * * * * *
ભાનુ ના ઝાંખો થશે , આપ જો આવો .
ખોટું કંઇ ના લાગશે , આપ જો આવો .
પાવન થશે આ જમીન પણ પગલાથી ;
ચાંદનો જીવ બળશે , આપ જો આવો .
ના પછી ક્યારેય વરતાય ખાલીપો ;
કે સભા બહુ જામશે , આપ જો આવો .
કદમ સ્થિર થઈને રહેશે પછી મારા ;
મંજિલ ખુદબખુદ મળશે , આપ જો આવો .
કે " Bન્દાસ " પછી મરણ પણ નહિ આવે ;
જીવને ટાઢક થશે , આપ જો આવો .
✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી