' અમે '
ક્યાંક સાથે તો... ક્યાંક અલગ...
છે એકબીજાના હમદમ...
પસંદગીમાં છે ઉત્તર - દક્ષિણ...
તો ગુસ્સા પછીના અલ્પવિરામ માં છે....
બન્ને પ્રેમમય...
આંખોમાં પ્રેમ સાથે રહે છે હરદમ...
તો ટૂંકી લંડાઇના અંતે કરે છે...
ઉજવણી હરપળ..
રહીએ સાથે તો.. જીવીએ સાથે...
પણ એકલતા નથી ક્યારેય એકબીજા સાથે....
' એકાંત ' ને માણી જાણે બિનસરત..
જાણે છે ક્યાંક ' હું ' અને ' તું ' (તમે) માં...
રહીએ જાણે કે ' અમે ' બની ને હરદમ.... ....... !