આજે ધણા જુના મિત્રો મલ્યા ત્યારે બધા પોતાની રીતે કંઈક નાનુ મોટુ આવક ના સાધન માથી પોતાનુ ગુજરાન ચલાવી રહ્યા છે.અને ઍ મસ્તી મજાક મા પેલા જેવા જ છે.તેના ચહેરા પરની ખુશીમા કોઇ મોટુ પરિવર્તન નથી.ઍ જાણી ને મને પણ મનમા થયુ કે તુ જોતો ખરા આ બધા તારી સાથેના મિત્રો કંઈક આવક મેળવે છે.ને હું માત્ર વાંચુ છું અને જયારે પણ મન થાય ત્યારે ફરવા નીકળી પડતો નથી,મજાક નુ પ્રમાણ ઓછુ કરયુ છે,હું નથી ક્યારેય નાસ્તો કરવા જતો .મે આજ સુધી ક્યારેય બર્ગર નથી ખાધુ અને ઍ લોકો તો જુઓ કેવી મોજ કરે છે. કેટલા ખુશ છે.
તરત જ વિચાર આવે છે કે ઍ લોકોને આનાથી ખુશિ મળે છે એ ખુબ સારી વાત કહેવાય.પણ મારે મારી ઓળખ આ એક ક્ષેત્ર સુધી સિમિત નથી રાખવી.મારે મારા જીવન ના કંઈક મુલ્યો છે લક્ષ્યો છે જેને મારે પુરા કરવા જરુરિ છે.મારા મિત્રો ના સપના કંઈક અલગ હોય શકે છે પરંતુ મારી હજી લાંબી લડાઈ બાકી છે.
આશા છે કે ઍક દિવસ ઍ મિત્રો પણ મનમા એવું વિચાર કરશે કે કાશ આપડી પણ જિંદગી કેવિન જેવી હોત
આશા છે કે તમને અહિ થી થોડી શિખ મળી હશે.
#તટસ્થ
કેવિન કુમાર ચાંગાણી