છોડી દેવુ
-------------------------------
કોઈને એકાદ બે વાર સમજાવવું,
કહીએ પણ ન સમજે તો,
વાતને સમજાવવાનું .....છોડી દેવુ ..
છોકરાઓ મોટા થઈ,
સ્વતંત્રપણે નિર્ણય લેતા થાય,
તો એમની પાછળ પડવાનું....છોડી દેવુ
થોડા જ લોકો સાથે ઋણાનુંબંધન હોય છે.
એકાદ માણસ સાથે ના જામે,
તો શું બઞડી જવાનું... છોડી દેવું
આપણાં હાથમાં કાંઈ નથી,
એ અનુભવે સમજાય.
બીજાની અને ભવિષ્યની ચિંતા. ..છોડી દેવી
ઈચ્છાઓ અને ક્ષમતા વચ્ચે
વધુ અંતર પડવા લાગે,
તો અપેક્ષાઓનો બોજો લઈ ફરવુ નહીં ...છોડી દેવુ
પ્રત્યેકના જીવનનું • ચરિત્ર - ક્ષમતા - સંવેદના
બઘુ જ અલગ જ હોય છે
તેથી તુલના કરવાની ..છોડી દેવી
જીવન અનુભવોને ખજાનો છે,
આખી જીંદગી જીવતાં,
જમા-ઉધારની ચિંતા કરવી .. છોડી દેવી
સમજાય તો ઠીક છે,
બાકી આ લખેલી વાતને .. છોડી દેવી
🙏🏻🙏🏻🙏🏻