તારી સાથે વાત કરવી
નથી ગમતી
આજ-કાલ.
‘કેમ છે?’
એવું તું પૂછી લઈશ તો ?
હું શું જવાબ આપું?
હું ગમે એ કહું,
પણ મારા અવાજની ધ્રુજારીમાં
જે મારે નથી કહેવું
એ તું સાંભળી જ લઈશ
એટલે જ હું કશું બોલતો જ નથી..
પણ તુંય હવે ઉસ્તાદ થઈ ગઈ છે.
કશું પૂછતી જ નથી
બસ, મારો હાથ પકડી લે છે,
અને કહે છે -
મારી આંખો માં જો..!