શીર્ષક: કુદરત નો દંડ?
કોરોના આવ્યો,
ધમાલ મચાવ્યો !
અરે ઓ કુદરત હવે શું થશે ?
દુનિયામાં લોકો
તરફડી રહ્યાં છે !
અરે ઓ કુદરત હવે શું થશે ?
પ્રાણવાયુ ઓક્સિજન લેવામાં
મૂંઝાય છે માનવી !
અરે ઓ કુદરત હવે શું થશે ?
હોસ્પિટલોમાં,
નથી મળતી જગ્યા દર્દીને
અરે ઓ કુદરત હવે શું થશે ?
કદાચ પોતાના કરેલા,
કર્મો નું ફળ ભોગવતા હશે !
અરે ઓ કુદરત હવે શું થશે ?
ક્યારે આવશે કાબુમાં
આ મહાકાય કોરોના.
અરે ઓ કુદરત હવે શું થશે ?
આંખોમાં અશ્રુ, દિલમાં દર્દ
છૂપાવવું હવે શક્ય નથી !
અરે ઓ કુદરત હવે શું થશે ?
સ્મશાન પણ, હવે
ભરેલા હોય છે મડદાઓથી !
અરે ઓ કુદરત હવે શું થશે ?
નાની નાજુક ઉંમરમાં,
ગુમાવ્યા કોકે પ્યારાઓ
અરે ઓ કુદરત હવે શું થશે ?
હસતી ખેલતી જિંદગી,
ગોટાળે ચડી ગઈ !
અરે ઓ કુદરત હવે શું થશે ?
બસ કર હવે આ મૃત્યુનો તાંડવ,
આમ જ રહ્યું તો આ સૃષ્ટિને
તારા પર વિશ્વાસ ક્યાંથી રહેશે ?
અરે ઓ કુદરત !