શોધ નહિ તું મને અગનમાં,
હું છુપાયો છું તારા મનમાં,
જકડ નહિ તું હો સબંધોની દોરી,
આઝાદ એકલો ફરું છું ગગનમાં,
પ્રેમ, અંતર, લાગણીનો શું પ્રશ્ન?
હું કામય ખટકવાનો તુજ નયનમાં,
પ્રાર્થના, દુઆ કે મન્નત હવે છોડ,
રહેવાનો હું સદા તારા અંતરમાં,
આપણા બંને વચ્ચેના ક્ષિતિજને તું દૂર કર,
જીવીશ હું વિરહમાં પણ તુજ હૃદયમાં.
© મયુર રાઠોડ 'દુશ્મન'
-mayur rathod