કેમ કરું????
ક્યાં જાવ તો શાંતિ મળે???
બસ એ વિચારતા તારો ચેહરો યાદ આવે.. એ જ મારી શાંતિ..
મારા વ્યક્તિત્વ ને સંપૂર્ણ સ્વીકારી ને ભરપૂર પ્રેમ કોણ આપશે??
બસ એ જ વિચારતા તારા કહેલા બોલ,"મારી વાહાલી" એ યાદ આવે.. એ જ તારો મને મળેલો પ્રેમ..
હું કેમ જીવું છું??
બસ આ વિચારતા તારો વિચાર આવે.. એ જ મારું જીવન..
હું કેમ સ્મિત કરું છું??
બસ એ જ વિચાર આવતા તારી ખુશી નો વિચાર આવે.. એ જ મારું હાસ્ય...
હું સૌથી વધારે ખુશ ક્યાં રહી શકીશ??
બસ એ જ વિચાર આવતા તારી હાથ માં મારો હાથ અને તારા ખભે મારું નામાવેલું માથું . એ જ અહેસાસ મારી કિંમતી ખુશી..
અને કદાચ,,, કદાચ,,,,કદાચ,,,
છેલ્લી ઈચ્છા કઈ??
એ વિચાર આવતા તારું હસતું મોઢું જોવાય... એ જ મારી અંતિમ શ્વાસ ની ઈચ્છા...
દર્શના ચૌહાણ..