" એ હું "
* * * *
પઈની પેદાશ નહિ , ને ઘડીની નવરાશ નહી , કહેવાવાળો એ હું .
જમાનાની ચિંતામાં , જમાનાભરનો બોજ ઉઠાવવાવાળો એ હું .
પારકી પંચાતમાંથી ઊંચો ના આવું ,ને કહું કોઈની વાતો કરું ના કોઈને ;
પેટમાં ટકે ના કોઈ પણ વાત , ખાનગી વાત છે કહી , ના છુપાવવાવાળો એ હું .
આમ કરો તો આમ થાય , જોયું ને પરિણામ , મારું જો માન્યા હોત તો ;
વણજોઈતી , વણમાંગી , કોઈને પણ નકામી સલાહો આપવાવાળો એ હું .
હું તમે ને સૌ કોઈ , આ સ્વભાવથી ટેવાયેલા છીએ જન્મજાત ;
કજિયા - કંકાસમાં તો ખાસ , મલમ બનીને મીઠું લગાવવાવાળો એ હું .
નિર્વ્યસની , સદાચાર ને સત્સંગીનો ઢોંગ આચરીને બેઠેલા છે સમાજમાં ;
" Bન્દાસ " એ બધાને સાહિત્યમાં શબ્દોની ધારે કલમ કરવાવાળો એ હું .
✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી