ક્યારેક કેટલીય ઈચ્છાઓનું મરણ થાય છે અહીં...
તો ક્યારેક કેટલીય જરૂરિયાતો અધૂરી રહી જાય છે અહીં...
દરેક વસ્તુ દરેકને ક્યાં મળે છે અહીં...
લાગણી દઈ અપમાન સહેવું પડે છે અહીં...
વિરહની વેદના તો કોણ જાણે અહીં... Bindu Anurag
જેણે ગુમાવ્યું સઘળું તેનું દર્દ તો એ જ જાણે અહીં...
નથી સહેવાતું એક અસત્ય અહીં...
ને સત્યને જોને સો -સો સવાલ અહીં...
પ્રેમમાં નાસી-પાસ કોઈ થાય છે અહીં...
તો કોઇને જીવન હાથ-તાળી આપે અહીં.....