ગૂઢતા અપરોક્ષમાં જો શાસ્ત્ર છે.
શબ્દની જો ગતિ પરોક્ષ પાત્ર છે.
પંડિતોનાં વાદ છે જો તું ખોખલા,
અર્થ જો ચુંથે છે , ચર્ચા માત્ર છે.
પામવા નું છે કશું પણ ,સત્ય જો,
ગહનતા નાં લક્ષણો એ ગાત્ર છે.
રસ મયી જો માધુરી ઉપચાર માં,
ભક્તિમાં અનુભૂતિનાં જો છાત્ર છે.
હોય છે આનંદ , સમ્યક જ્ઞાન માં,
પામે શરણાગતિમાં જો સતપાત્ર છે
-મોહનભાઈ આનંદ