Gujarati Quote in Sorry by Rakesh Solanki

Sorry quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

" માણસને શિંગડા હોત તો "
- - - - - - - - - - - - - - - - - -

👉 ઉપર ' લાલ ' - ' લીલો ' ઝંડો ફરકતો હોત ' સાઈડ ' સિગ્નલ ' માટે

👉 ક્રિકેટ મેચમાં બેટ્સમેન ' આઉટ ' થાય ત્યારે ખેલાડીઓ એકબીજાને હાથને બદલે ' શિંગડા ' અથડાવી ખુશી મનાવત

👉 કોઈ રાજકીય પક્ષવાળા તો વચ્ચે વાયર બાંધીને ' પોસ્ટર ' લગાવી પક્ષનો ' પ્રચાર ' કરતા હોત

👉 કોઈ વળી શાનથી કહેશે ' શિંગડા વગરનો ' તે કંઈ માણસ કહેવાય

👉 કોઈએ હરતાં ફરતાં શિંગડા રિપેર કરવાની દુકાન ખોલી હોત , અને બૂમો પાડતો ફરતો હોત કે ' વાંકા - ચુંકા , વળેલા ને બટકાયેલા શિંગડા રીપેરીંગ ' માટે મળો યા લખો

👉શિંગડાનો સ્પર્ધા યોજાઈ હોત , જેમાં ' સારા શિંગડા ' મજબૂત અને ટકાઉ શિંગડા ' તેમજ ' નરમ ને નાજુક ' શિંગડા માટે એવોર્ડ ને ઈનામ અપાતા હોત .. જેમ કે ' શિંગડાનો સુપર સ્ટાર ' ' વીર શિંગડાવાળો ' ' અજોડ શિંગડાધારી '

👉 ' સેલ્સમેન ' કે ' કાચની બંગડીવાળો ' બંને શિંગડામાં નાની મોટી ચીજ વસ્તુઓને ભરાવી ' શૉ કેશ ' ની જેમ સાચવીને ફરતો હોત અને વેપાર કરતો હોત

👉 અને અંતે મરતીવેળાએ પોતાની ' અંતિમ ઈચ્છા ' રૂપે ' શિંગડા દાન ' કરત . અને પોતાની કબર પર લખાવ્યું હોત " શિંગડાવીર " - " શિંગુજી સિંગ ભજિયાવાળા "

✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી

Gujarati Sorry by Rakesh Solanki : 111724893
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now