કોણ કહે છે કે અમે સાવ પથ્થર જેવાથઈ ગયા
વોટ્સએપ પર આવતા ફૂલો સુંઘતા તો થઈ ગયા
જમ્યા પેહલાં ભોગ ધરાવતા ભૂલાયું તો શું થયું?
બધીજ ડીશ ના ફોટા અપલોડ કરતા તો થઈ ગયા
મને ના ગમ્યું એમ હક થી કેહવા નું ભૂલાયું તો શું?
બધીજ પોસ્ટ ઉપર લાઈક્સ આપતા તો થઈ ગયા
ખભે હાથ નાંખી વાત કરવા નું ભૂલાયું તો શું થયું?
ખરીખોટી સ્ટોરી ઓ બનાવી ને પોસ્ટ કરતા થઈ ગયા
દોસ્તો ના ઘરે બિન્દાસ ટપકવા નું ભૂલાયું તો શું થયું?
બધા ના પ્રોફાઈલ અને સ્ટેટ્સ ફંફોળતા તો થઈ ગયા
-આનંદ સોઢા