" જાતને ઉછાળી જો "
# = # = # = # = #
આકાશને આંબવુ કોઈ મુશ્કિલ કામ નથી ;
બસ , આ હાથ જરા ઊંચા કરી જાતને ઉછાળી જો .
ના થવા જેવું કામ જગતમાં કોઈ હોતું નથી ;
બસ , આ કામ થઈ જશે એવો વિશ્વાસ જગાડી જો .
ભલે ને દુઃખ દર્દ સહન કરવું પડે તેમ છતાં પણ ;
ક્યારેય હું સફળ નહિ થાઉં એવો ડર તું ભગાડી જો .
પછી તો જાગશે ઈચ્છા પ્રત્યેક માનવીમાં જોજે ;
પ્રગટવા દિલમાં દીવો એવો કે બદનમાં આગ લગાડી જો .
" Bન્દાસ " તું બેફિકર થઈ જા પ્રત્યેક કામ કર્યા પછી ;
એકવાર બસ મન હૃદયમાંથી ભય ભગાડી જો .
✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી