વાત વાત માં તારા પર ગુસ્સો
કરીને તારાથી રિસાઈ જવાની
આદત છે મને. કારણ કે પ્રેમ
કરું છું હું તને.....
તારી આ નાદાન બાળકો જેવી
આદતો પણ ખૂબ ગમે છે મને.
કારણ કે પ્રેમ કરું છું હું તને.....
તારું વાત વાત માં હસવું અને
પોતાના કરતા વધારે મારુ ધ્યાન
રાખવું આ ખૂબ ગમે છે મને.
કારણ કે પ્રેમ કરું છું હું તને.....
તારી એ નાદાન બાળકો જેવી
આદતો તારી એ મસ્ત મજાની
વાતો અને તારી એ મારા પ્રત્યેની
નિ:સ્વાર્થ લાગણીઓ જ તારા
તરફ આકર્ષિત કરે છે મને...બસ
એટલેજ પ્રેમ કરું છું હું તને.....