સાથ માંગુ છું જો તારો તો દૂર જાય છે તું,
પણ,
દૂર જવાના મારાં પ્રયત્નોમાં શીદને અકળાય છે તું??
પામવી નથી મુજને એ વાત તો જાણે સમજાણી,
પણ,
ખોવાથી હવે મુજને શીદને ગભરાય છે તું???
યાદોથી તારી દૂર હવે તો મારુ ઠેકાણું છે
પણ,
વિસરાયેલી પળોને વારંવાર શીદને છંછેડે છે તું???