Gujarati Quote in Story by Bindu

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આરવ ની અનામિકા ભાગ 7

          અનામિકા ઈશ્વરને પ્રાર્થના કરતી હોય છે અને ત્યાં ડોક્ટરની ટીમ  ફરી તપાસવા માટે આવે છે અને અનામિકાને આરવ ની તબિયત માટે પૂછે છે જ્યારે આરવ તો એકીટસે  અનામિકાને  જ માત્ર નિહાળ્યા કરે છે કંઈ જ બોલતો નથી ખબર નહીં મગજમાં શું વિચાર ચાલતાં હશે તે તો માત્ર આરવ જાણે...
( ખરેખર ઈશ્વર પણ ક્યારેક એટલો ક્રુર બની જતો હોય એવું લાગે છે કેટલાય સંઘર્ષો પછી આરવ અને અનામિકા હવે ખુશી ના દિવસો માં થી પસાર થઇ રહ્યા હતા અને હવે એ બંનેને અલગ કરવા જાણે કુદરતે જ એક કાવતરું રચ્યું...)
આમને આમ આરવ  અને અનામિકા હોસ્પિટલના બેડ પર ક્યારેક પોતાના ભૂતકાળને વાગોળતા હોય છે તો ક્યારેક તો જાણે બેવ એમાં ડૂબી જાય છે વર્ષોનો એમનો એ અકબંધ પ્રેમ...
એકે-એક તાંતણે જોડીને બાંધેલ તેમનો  પરિવાર રૂપી માળો શું એક જ ક્ષણમાં તૂટી જશે ? એવો અણસાર પણ ક્યાં છે અનામિકાને આરવ ની દેખભાળ મા એ તો ભવિષ્યના પ્લાન બનાવવા લાગે છે કે જો આરવને સરખું થઈ જશે ને તો એને દ્વારકા લઈ જશે અને થોડા સમય પછી ઉજ્જૈન લઈ જશે પછી ભવિષ્યમાં આરવ સાથે ફરીથી એ જ હિલસ્ટેશન પર જશે અને અચાનક તેને  એના સોળ વર્ષ પૂર્વેના કુલુ મનાલી ના દિવસો ની યાદ આવી જાય છે...
જોવા આવ્યા બાદ અનામિકાની અનુમતી વગર જ આરવ સાથે તેની સગાઈ કરી દેવામાં આવે છે અને પછી થાય છે તેની ફોન પર વાતચીત નો દૌર રોજ રોજ તો નહીં પણ ક્યારેક ક્યારેક બંને ટેલિફોન પર વાતચીત કરે છે અને ક્યારેક ક્યારેક ભવિષ્યના પ્લાન વિશે ની વાત, વાત-વાતમાં આરવ જાણી લે છે કે અનામિકા સ્ટેશન પર જવાની અદમ્ય ઈચ્છા છે અને હજી સુધી તે ગુજરાત ક્યાં ફરવા ગય નથી.. અનામિકા કહે છે કે તેને બરફની પહાડી ઉપર કરવા જવું છે અને એ માટે આરવ અનામિકાને પૂછ્યા વગર તે જાણી લે છે કે તેનું ફરવાલાયક સ્થળોમાં હિલ સ્ટેશન છે તેની ઈચ્છા છે ત્યાં જવાની માટે પોતાની આવકમાંથી એ ધીરે ધીરે બચત કરીને એના માટે થઈને મનાલીના રિસોર્ટ ની મેમ્બરશીપ  માં જોડાઈ છે અને  પોતાની આવકમાંથી થોડી થોડી બચત કરીને સુંદર મજાના રિસોર્ટ માટે આયોજન કરે છે જેથી પોતાની સ્વપ્ન સુંદરી અનામિકાને દૂર લઈ જઈ શકે માત્ર તે અને અનામિકા જ હોય એકલાં જ અને તેની વચ્ચેની આત્મીયતા ...આમ તો આરવ પોતાના બિઝનેસ માટે અનેકવાર ગુજરાતની બહાર જતો જ હોય છે પણ અત્યારે અનામિકાને પોતાની સાથે લઈ જશે એ વિચારમાત્રથી શરીરમાં અલગ પ્રકારની ઝણઝણાટી  અનુભવે છે જે આમ તો સગાઈ પછી  મળવું બહુ ઓછું શક્ય બન્યું હતું પણ આરવ અગાઉથી જાણી લે છે કે અનામિકા નો જન્મદિવસ ડિસેમ્બરમાં આવે છે અને તેના માટે તે અગાઉથી જ અનામિકાની પસંદગીની ચીજો ખરીદે છે અને સરસ મજાનું કાર્ડ, એક સરસ મજાની કેક કે જેના પર લખ્યું હોય માય લવ  હેપી બર્થ ડે , સરસ મજાનો પંજાબી ડ્રેસ અને તેના જન્મદિવસ પર તેની આરવ તેને સરપ્રાઇઝ આપે છે અને આ રીતે અનામિકાના જીવનમાં સરપ્રાઈઝ નો દૌર શરૂ થાય છે આની પહેલા કદાચ અનામિકાની ને કોઈ સરપ્રાઈઝ નહીં મળી હોય પણ ત્યાર પછીના જીવનમાં તો અનામિકા માટે કેટલી બધી સરપ્રાઈઝ આરવ તેને આપતા રહેતો.લગ્ન પછી કુલુ-મનાલી ફરવા જવાની વાત પણ તેણે અનામિકાની કરી ન હતી અને અચાનક સરપ્રાઇઝ

Gujarati Story by Bindu : 111723893
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now