લગ્ન
લગ્ન એટલે ફક્ત બે વ્યક્તીના હ્રદયનું મિલન નથી.પરંતુ બે કુટુંબનુ સંયોજન છે ,એકબીજામાં સમાવવાનુ,નવા સંબંધો,ન વા મેળાપ,નવો રોમાંચ.....
લગ્ન સંસ્થા એક સામાજિક જરૂરીયાત અને એવા તાણાવાણા છે કે એની સાથે સમગ્ર કુટુંબ સંગાથે આવે, રિસાયેલા સંબંધો પાછા સુખ રુપ જોડાય નવા સંબંધો સંમેલાય પરંતુ ,ધીમે-ધીમે પરિવર્તન આવે છે.
પહેલાં લગ્ન કંકોત્રીમાં લખતા કે આશિષ આપવા જરૂરથી પધારશો.લગ્નનો મતલબ પરિચિત અને સગાંસંબંધીની હાજરી અને આર્શિવાદનો પ્રથમ ધ્યેય હતો ,બીજુ બધુ પર હતુ. હવે ફોકસ ચેન્જ છે.શુ જમવાનું,કેવુ ડેકોરેશન, ઇવેન્ટ મેનેજમેન્ટ,બધુ જ સરસ ગોઠવાયેલું...આ બધામાં કોઈક વાર તમારા નજીકના વ્યક્તિ કે વડીલોના અનાદર, ઉપસ્થિતિની અવગણના....
હવે કોરોના કાળ માં તો વધારે લગ્નની પરિભાષા જ બદલાઈ ગઈ છે.
-komal shah