પ્રથમ વર્ષ ની સ્મરાંજલી તા.૨૦.૦૬.૨૦૨૧.
---------------------------------------------------.
૮૨વર્ષ ની સંઘર્ષભરી જીંદગી છતાં,એની કોઈ લડાઈ નથી,
મોટા છે છતાં એમના માં કોઈ મોટાઈ નથી,
આ મનુભાઈ છે, એમના માં કોઇ બુરાઈ નથી
માન છે ઘણું જેમનું છતાં, એમના માં કોઈ અભિમાન નથી,
ગહરાઈ છે જીવનમાં એવી છતાં કોઈ ગુમાન નથી,
આ મનુભાઈ છે, જેમના માં કદી કોઈ લુચ્ચાઈ નથી,
હસતા મુખડા માં સદા મુસ્કાન ભરી છે, છતાં જીવન નો સ્વાદ ચાખ્યો નથી,
કાગળ ની હોડીમાં બેસી મહાસાગર પાર કર્યો છે , છતાં થાક નથી.,
આ મનુભાઈ છે, એમને જીવનની કોઈ ફરિયાદ નથી.
પ્રથમ પુણ્યતિથિ એ તેમની હાજરી નથી ,છતાં કોઈ નાં હૃદયમાં ગેરહાજર નથી,
જીવન સદા જીવ્યા એવું કે , મોત પછી પણ મર્યા નથી.
આ મનુભાઈ છે, આ મનુભાઈ છે.
જયવંત બગડીયા,/ કવિરાજ
.