Gujarati Quote in Microfiction by Kinjal Patel

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અફસોસ

"જો હું આવી ગયો ઘરે." પ્રશાંત ઘરમાં પ્રવેશતા જ બોલ્યો

"હવે કેમ છે તને? કંઈ તકલીફ તો નથી ને? સાચું કે જે, કંઈ છુપાવતી નહિ મારાથી. બાકી મારો ગુસ્સો તને ખબર છે ને?" પ્રશાંત ખોટો ગુસ્સે થતો હોય એમ બોલ્યો

" અચ્છા બાબા, નહિ કરું ગુસ્સો બસ. પણ હવે તો વાત કર મારી સાથે. મને ખબર છે બહું રાહ જોવડાવી છે તને, સોરી." પ્રશાંતે દિશાના નિસ્તેજ ચહેરા પણ હાથ ફેરવતા કહ્યું અને એની આંખોના ખૂણામાંથી ચૂપચાપ આંસુની ધાર વહી ગઈ.

- કિંજલ પટેલ (કિરા)

#world_of_kiraa #literaturelovers #myloveforwriting #gujaratiliterature #microfictions #bestofthebest #myworld #mywordsmythoughts

Gujarati Microfiction by Kinjal Patel : 111722212
New bites

just for knowledge...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now