ફાધર્સ ડે મધર્સ ડે વર્ષે એકવાર મનાવે છે, મારા બેટા એક સેલ્ફી લેવા પાછા ઘરડા ઘર જાય છે.
જને પોતાના કાળજાના ટુકડા ને આંચ ન આવા દીધી, એને ઘરડા ઘર જઈ પૂછે છે! કઈ તકલીફ તો નથી ને અહીં તમને. દિવસો તો સારા જાય છે?
ખંભે ફેરવ્યાં, લાડ લડાવ્યા, ઈચ્છાઓ બધી પુરી કરી એ પિતા એ. આજ એ પુત્ર પિતાને એક ઈચ્છા પુરી ન કરી, ને ઘરડાં ઘર જાય છે.
માત પિતા ઘરનાં ભગવાન , એજ ભગવાન ને મુકીને ઘરડા ઘર , તું ક્યાં મોઢે મળવાં ઘરડાં ઘર જાય છે.
કહે નર સનાતન ધર્મ મા તો પ્રભાતે ચરણ માત પિતા ના સ્પર્શ થાય છે, એ તો પશ્ર્ચિમી વાળા બધા ડે ઉજવે જાય છે.
નર