ગામના છેડે
રોજ એક વંતરી રડે છે
ભયન્કર અને કર્કશ અવાજ માં.
એને સાંભળી ગામના કૂતરાં પર પોક મેલી રડવા લાગે છે,
એના ભેગાં ઘુવડ અને ચિબરી પર
ચીસાચીસ કરી મૂકે છે,
ઘોડિયામાં સુતેલા બાળકની મા જાગી જાય છે,
મોભારે કૂદાકૂદ કરતી બિલાડી નો અવાજ સાંભળી.
ઘરડી ડોશી
દાબડી શોધે છે છીંક ખાવા.
ને ડોસો લાકડી શોધે છે,
ઝાંપા બાર
લીમડા નીચે ચોકી માં જાપેલા વીર ને ભગાડવા.
પણ સાલું દર વખતે થાય એમ
આ વખતે ય ડોહો ઉભી પૂંછડીએ ભાગે છે,
ને વહુ બોલી ઉઠે છે
બાપા વીર કઈ એમ ન જાય.
ભુવો તેડાવો
ને ગામના ઝાંપે રોતી વંતરી ને ધુણાવો
તો કદાચ વીર કેડો મૂકે.
નહીં તો???
ને હું ઘસઘસાટ સુઈ જાવ છું.
વીનું બામણિયા