અડધી રાતે
જોગણી
મને યાદ આવે છે
ત્યારે એ કણાની જેમ
ખૂંચે છે આંખમાં
આંખતો ડરની મારી
બિચારી બી બી ને જીવે છે
જીવવું સરળ નથી એટલે
એ સપનાં જુવે છે
એય બી બી ને
બીવાઈ જવા
ટેવાઈ ગયેલી આંખ
એનું પોતાનું સૌંદર્ય
ખોઈ બેઠી છે
ને છતાંય
જ્યારે એ દુરનું
કે નજીકનું જુવે છે
ત્યારે રહરહ આંસુડે
રોઈ પડે છે
ને આંખમાં કણો
દ્રાવણ થઈ જાય છે
ને જોગણી
અલોપ થઈ જાય છે
-વિનુ બામણીયા