🌹શુભ સવાર🌹
*અપ્રતિમ પ્રેરણા*
ગઈ કાલના વરસાદમાં એક પક્ષીનો માળો અચાનક જમીન પર પડી ઉદવસ્થ થઈ ગયો,ચકલા અને ચકલી પાસે કોઈ શબ્દજ ન રહ્યા અને બંને સ્તબ્ધ બેસી ગયા.
ચકલો : સવારે જોઈશું
ચકલી : હા
બંને વરસાદ રોકાવાની વાટ સવાર સુધી જોઈ ત્યાંજ બેસી રહ્યા , સવાર પડતાજ સ્વચ્છ પ્રકાશ જોઈ ચકલો ઉત્સાહ થી બોલ્યો,ચાલ નવો માળો બનાવવાની શરૂઆત કરીએ અને નવી સળીઓ જમા કરવા નીકળીએ
ચકલીના આંખોમાં આંસુ આવી ગયા
ચકલો : અરે..પાગલ,પાડવું તેના હાથમાં છે, પણ બનાવવું તો આપણા હાથમાં છે, અને મદદની રાહ જોવા માટે આપણે શુ મનુષ્ય છીએ,ચાલ ઉપડીએ.
અને બંને ઉપર આકાશમાં ઉડી ગયા.
આનેજ કહેવાય *જીવવું*
મિત્રો લોકડાઉન પત્યા બાદ આપણે પણ આવીજ રીતે તૈયાર રહેવું જોઈએ,જે કાંઈ ગયું તેનો વિચાર ન કરતા નવી ઉડાન ભરવી જોઈએ. આવનાર દિવસો આપણા જ છે, માત્ર ઉડાન ભરવાનું ભૂલવું નહીં.
મસ્ત રહો, સ્વસ્થ રહો