એક માસ્તર સાહેબ ઉપર તેમના પત્ની ત્રણ દિવસથી શંકા કરતા હતાં. સાહેબ ઊંઘી જાય પછી તેમનો મોબાઈલ ફોન પત્ની ચેક કરે. તેમાં રોજ હેમા સાથે માસ્તર સાહેબની ચાર-પાચ વાર વાત થઈ હોય તેમ જોવા મળે જ.
સાહેબના ફોનમાં રિંગ વાગે એટલે પત્નીના કાન સરવા થઇ જાય. તેમાં પણ જો સાહેબ ઉપર હેમાનો કોલ હોય તો સાહેબનો પરસેવો છૂટી જતો. હાંફડા-ફાંફડા દોડતા આવી હેમાનો કોલ ઉપાડી ફટાફટ વાત પતાવી સાહેબ તૈયાર થઈને કામનું બહાનું આપી બહાર નીકળી જતા.
પત્નીએ પિયરમાં ફોન કરીને રડતા રડતા કહી દીધું કે એમના જીવનમાં કોઈ હેમા છે. પિયરના પણ બધા ચિંતામાં આવી ગયા કે આ બન્નેનો સંસાર હેમાને કારણે ના બગડે.
આખરે ધીરજ ખૂટતા પત્નીએ એક દિવસે સવારે કકળાટ માંડ્યો અને હેમા અંગે એલફેલ બોલવા લાગી. માસ્તર સાહેબ ધ્રુજતા ધ્રુજતા ચૂપચાપ સાંભળ્યા કરતા હતાં.
આખરે સાહેબે હેમાના નમ્બર ઉપર ફોન કરી સ્પીકર ઉપર પત્નીની વાત કરાવી.. સામેથી *'હેડ માસ્તર'* બોલતા હતાં..
😂😂😂
સૂચના :- પરણેલા માણસોએ ક્યારેય કોઈનો નંબર શોર્ટફોર્મમાં સેવ ના કરવો જોઈએ...
😃😃😃😂😂😂😃😃😃