❤️ *સાથ તારો* ❤️
દુનિયા ભલે ને શે સ્વાર્થી ને મતલબી,
અરે દોસ્ત તારી દોસ્તી ના સાગર માં,
મારે ડૂબકી મારી મારે તરવું છે.
તારા ભાણા નું ખાઈ ને અમૃત તણા થવું છે,
તું એક વખત ગળે તો લગાવી જો,
અહીં તારા ખભે માથું ટેકવી મરવું છે.
તારી યાદ આવે ને અહી એક ધબકારો પણ ચૂકાય જાય છે,
છોડતો નહિ આ માયા ઘેલી દુનિયા થી મને,
નકર અહી ખૂટતા દિવેલ પહેલા તારો યાર બુઝાઈ જવાનો.
પડેલા ઘા ને સમય પણ નથી શક્યો રૂઝવી,
અહેસાસ શે મને કે તું પળ માં ગયો રૂઝાવી,
તું ભગવાન થી પણ ખાસ થય ગયો.
દોસ્તી ની બેંક માં તમારી લાગણીઓ ક્રેડિટ કરાવી તો જોજો,
લાગણીઓ ના ઢગલા ના ઠાલવી દવ તો મને કેજો,
તમારું ખાતું લાગણીઓ થી ખાલી થવા દવ તો મને કેજો.
✍️ *ડૉ ગૌતમ સાકરીયા*