કોઈને સુખ કોઈને દુઃખ જીવાડશે,
કોઈને કવિતા કોઈને ગઝલ જીવાડશે,
અસમજણ મનની યાદો જીવાડશે,
જાત અનુભવેલી વ્યથા જીવાડશે,
શું વધારે જોઈએ, શું ઓછું જોઈએ,
લખ પ્રણયને બરાબર લાગણી જીવાડશે,
હાથ હિંમત નથી, મન મૂંઝવણમાં છે,
દુશ્મન દાદા કેરી શ્રદ્ધા તને જીવાડશે,
સાચું-ખોટું સર્વવ્યાપી હરેકને ખબર,
મૂછની મરોડ જીવને વટ કરી જીવાડશે,
શું લખું? ક્યાં શબ્દો લખું? હું મુંજાણો!
ખબર ક્યાં હતી મને બેન તું જીવાડશે,
ચાલ થોડો પ્રેમ સપને કેદ કરીએ,
કંઈ નહીં તો આપણો પ્રેમ જીવાડશે.
© મયુર રાઠોડ 'દુશ્મન'
-mayur rathod