એવી એક ક્ષણ મળે...!
---------------------
કાશ...! એવી એક ક્ષણ મળે...
જાણે પીરસેલી ગરમાગરમ થાળી મળે
પરોઢિયે નિરાંતે ઊંઘવાની લકઝરી મળે
ને પથારીમાં જ ચાની ગરમાગરમ પ્યાલી મળે
સાસુમાનો હૂંફાળો હાથ ખભે પડે
ને કહે: થાકી છો વહું ?
ચાલ જમી લે... હું ઉતારું છું ફૂલકા...
જમીને સુઈ જૅઈએ બેઉ...!
માળિયું સાફ કરતા
હોઉં પરસેવે રેબઝેબ
ને ઓફિસ થી આવે એ
બાથમા ઘાલીને કહે: થાકી છો બહું
ચાલ હું ચા બનાવું
પછી હિંચકે બેસી પીવું બેઉ
-Kalidas Patel