Gujarati Quote in Motivational by Priyanka Patel

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Dear Dadi Ma,
આજ તમે મારી સાથે નથી છતાં પણ તમે મારી જ સાથે છો,
તમે મારી આસપાસ નહીં પણ તમે મારા માં જ છો.
તમારા ગયા ને આજ ઘણો સમય વીતી ગયો છે,
છતાં તમને ખોવાનો ડર આજ પણ સતાવે છે.
જ્યારે પણ તમારી યાદ આવે રડવાનું છોડી દીધું છે હવે,
ચોપડી માં star🌟 કરી, પોતાની સાથે જ વાત કરી લઉ છું હવે.
તમારી યાદ માં રડીને પોતાને કમજોર બનાવવા નથી માંગતી હું,
તમારા બતાવેલા માર્ગ પર ચાલીને બધાની તાકત બનવા માંગુ છું હું.
તમારી ગુસ્સો ઓછો કરવાની સલાહથી બદલાઈ ગયું છે બધું,
આ તમારો વાઘ, બિલાડી બનીને સામે જવાબ ના આપતા ચુપચાપ સાંભળી રહ્યો છે બધું.
તમારું સપનું છે, બધાને સાથે લઈને ચાલવાનું એ કોશિશ કરું જ છું,
પણ કદાચ આ કોશિશમાં ડગમગી જાઉં તો હિંમત આપજો મને.
બધા કહે છે કે તું પરછાઈ છે તારા દાદીમાં ની,
પણ હું પરછાઈ નહીં, મારા સુભદ્રા દાદી જ બનવા માંગુ છું.

Gujarati Motivational by Priyanka Patel : 111720198
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now