Gujarati Quote in Blog by Bindu

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આરવ ની અનામિકા ભાગ 4

હજી તો થોડી ક્ષણો થાય છે ત્યાં આરવ  એક બાઈક પર આવી જાય છે અને અનામિકા ના પિતા તો પોતાના કાર્યના સ્થળે જતા રહ્યા હોય છે માટે તેના મમ્મી જ  આરવ ને આવકાર આપીને બેસાડે છે અને અનામિકા ના રૂમમાં જ આરવને વાતચીત કરવા માટે દોરી જાય છે અને કહે છે કે તમે લોકો વાતચીત કરો અને હું નાસ્તાની વ્યવસ્થા કરું છું આ બાજુ અનામિકા તો થરથર ધ્રૂજે છે આ એનો પહેલો અનુભવ હોય છે આ પહેલા ક્યારેય કોઈ અજાણ્યા છોકરા સાથે તેણે વાત પણ કદાચ નહીં કરી હોય..
આરવ પણ ખૂબ જ શરમાળ પ્રકૃતિ નો શું કહેવું અને કઈ રીતે કહેવું એનો કોઈ વિચાર જ નહીં કર્યો અને સીધો જ અનામિકાને  ને પૂછી બેસે છે કે શું  તમે મારા ભાભી ને ઓળખો છો?( જે અનામિકા ના સગા મોટા બહેન થાય છે) અને અનામિકા તો હસવું કે શું કરવું એ સમજે એ પહેલાં તો આરવ  ના પ્રશ્નોની હારમાળા શરૂ થઈ જાય છે અને નિરુત્તર અનામિકા પણ શું જવાબ આપે બસ એ તો આરવ ના પ્રશ્નો જ સાંભળ્યા કરે છે જે એકદમ બાલસહજ હતા પણ એક પ્રશ્ન સાંભળીને અનામિકાની આંખો ઊંચી થાય છે અને આરવની સામે જોઈ બેસે છે આ કદાચ તેનો પ્રથમ વાર નો અનુભવ હશે કે તેણે આરવને નીરખીને જોયો હશે આરવ બ્લ્યુ જીન્સ અને વ્હાઇટ  ટી-શર્ટ પહેરેલા જોયો અને તે જોતી જ રહી ગઈ જ્યારે આરવ તો બસ એકદમ ચૂપ થઈ અનામિકાને નિહાળ્યા જ કરે છે આટલી સુંદર અનામિકા મોટી મોટી આંખો બાળસહજ સ્મિત અને શરમના કારણે બંને ગાલ પર પડતી ગુલાબી ઝાંય ઉપરથી આસમાની રંગના ડ્રેસ માં કેટલી સુંદર લાગતી હતી અનામિકા ..પણ આરવ  ફરીથી પૂછે છે  શું તમે આગળ પણ ભણવા ઈચ્છો છો તો હું તમને મદદ કરવા પ્રયત્ન કરીશ હું તમારી દરેક ઈચ્છા પૂરી કરવા પ્રયત્ન કરીશ
  અનામિકા અવાચક જ રહી જાય છે કે શું કહ્યું તેને કંઈ સૂઝતું જ નથી પણ અનામિકાને એક વિચાર આવે છે કે શું આ વ્યક્તિને એટલો વિશ્વાસ છે કે અનામિકાના પિતા તેને હા કહી દેશે આ સંબંધ માટે અને ત્યાં અનામિકાના મમ્મી નાસ્તાની પ્લેટ લઈને પહોંચી જાય છે બેડરૂમમાં આવતા જ આરવતો શરમનો માર્યો દ્રષ્ટિ પણ નથી કરી શકતો જ્યારે અનામિકા તો તેને જોયા જ કરે છે અને નાનપણની એક વાત એને યાદ આવી જાય છે કે અનામિકા સુંદર તો ખરી જ પણ તેની હાઈટ પણ ઘણી વધારે અન્યના પ્રમાણમાં તેથી નાનપણથી જ તેના ની માસીબા, ફોઈબા ,પાડોશની સ્ત્રીઓ તેને મમ્મી ને પૂછતા કે આને યોગ્ય મુરતિયો શોધવો મુશ્કેલ થઈ પડશે હો ! પણ ના આરવ તો છ ફૂટથી પણ વધારે ઊંચો રંગે શ્યામ પણ દેખાવડો પણ ખરો અને શું એની પર્સનાલીટી આમ આરવ ની દ્રષ્ટિ અનામિકા પર પડે છે અને અને અનામિકા બહાર જતી રહે છે આરવ પણ અનામિકાની મમ્મી ને રજા લઈને નીકળે છે અને બીજા દિવસે તો સગાઈ ની તૈયારીઓ ચાલુ થઇ જાય છે...
...્્

Gujarati Blog by Bindu : 111720041
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now