ઝુંટવેલી કિસમત ને કેટલી પંપાળશે તું, આખરે માટી નો દેહ ઢેર થશે, વાગશે એ જ પથ્થરો જે તે ઉગામયા હતાં, ફરી મુશકેલી એની એ જ થશે.... (૧)
નાં માન તું કોઇ જોતું નથી, સર્વત્ર એ વસેલો છે, સમય જો વેડફીશ આમ જ નકામો, સંયોગ પણ દુર એમ જ તરસતો રહેશે....(૨)
તું કર બંદિશ એ સાંભળશે જરૂર, નિરામય પણ રાહ જોતો હશે, નાહકનાં ઈર્ષ્યા તણાં આવેશમાં, જીવન પણ વેરવિખેર થશે....(૩)
સમય પારખીને આગળ વધ તું શાણપણથી, નિરાકરણ આવશે જરુર, તારું તને મળી જશે....(૪)
તુ કર એ અટલ પર ભરોસો પૂરો, એ હાજર જ છે, વણ માંગેલી આકાંક્ષાઓ પણ જરુર પૂર્ણ થશે.....(૫)
-Dr. Brijesh Mungra