આરવ ની અનામિકા ભાગ 3
અનામિકા તે દિવસે કોલેજ જવા માટે તૈયાર થઇ રહી હોય છે અને અચાનક તેના પપ્પાને મમ્મી જોડે વાત કરતા તે સાંભળે છે કે આજે અનામિકાને છોકરાવાળા જોવા આવવાના છે તેમાં પણ તે છોકરો પોતે જ આવશે.. બેડરૂમમાંથી અનામિકાને ઈચ્છા થઈ જાય છે કે પોતાના પપ્પાને ના પાડી દે દર વખતની જેમ આ વખતે ના પાડી શકતી નથી કારણ કે આ વખતે સીધો છોકરો જ અનામિકાની જોવા આવવાનો છે આ વખતે પપ્પાએ કહ્યું છે માટે કોઈ પણ તેની સામે બોલી શકે નહીં પણ અનામિકા તેની માતાને સમજાવવા પ્રયત્ન કરે છે હજુ મારે કોલેજ કરવી છે હજુ મારે ભણવું છે પણ અનામિકાની મમ્મી તેને સમજાવે છે કે જો યોગ્ય લાગશે તો જ આગળ આપણે વાત વધારીશું નહિ તો ના પાડી દેશું અને અનામિકા માની જાય છે
અને તે દિવસે અનામિકાને જોવા આરવ આવે છે અનામિકા એક ટ્રે માં પાણીના ગ્લાસ મુકી આપવા જાય છે હાથમા ધ્રુજારી અને આંખમાં શરમ થી તે આરવ ને સરખાયે જોઈ પણ નથી શકતી વળી ચા આપવા સમયે તો એટલી શરમાઈ જાય છે કે શું કરવું એનું ભાન જાણે ભૂલી જાય છે જ્યારે બીજી તરફ આરવ તો માત્ર અનામિકાને એકીટશે જોયા જ કરે છે અને હોઠ પર સ્મિત છલકાઈ જાય છે
અને ઉતાવળે શું કરવું એનું ભાન ભૂલીને અનામિકાના પિતાની રજા લઈને જવા માટે નીકળી જાય છે અનામિકા ના પિતા ને લાગે છે કે કદાચ છોકરા ને પસંદ નહિ હોય કે કંઈક હશે અને એ પણ આરવ ને બહાર સુધી મુકવા જાય છે અને પોતે પોતાના કામના સ્થળે જવા રવાના થાય છે..
તું બીજી તરફ અનામિકાના મમ્મીને ચિંતા થાય છે કે આમ કોઈ વળી જોવા આવતું હશે ?અને આવી રીતે કોઈ વરતતું હશે? અને તે તો અનામિકા પર ગુસ્સો ઉતારે છે કે તે જ કંઈક કહ્યું હશે તો જ છોકરો આમ જલ્દીથી જતો રહે તે એવું શું વર્તન કર્યું કે છોકરો ચાલ્યો ગયો.
અને ઘરમાં બબાલ શરૂ થઈ જાય છે. અનામિકા પોતાનું આસમાની ડ્રેસ બદલવા બેડરૂમ તરફ જાય છે અને ફોનની ઘંટડી વાગે છે અનામિકાની મમ્મી અનામિકાને બોલાવે છે અને કહે છે કે જો બેટા હમણાં કપડાં ન બદલ આરવ પાછો તારી જોડે વાત કરવા આવે છે
અને અનામિકા ના શરીર માં ફરીથી એ ઝણઝણાટી શરૂ થાય છે
.....