કેટ કેટલુ વિચારતું ફરે
હાલ મન પણ વગોવાતું ફરે
વાતો આવી સામે ઉભે જ એવી
થોડું જાજુ વિચારો તો ગોટાળે ચડે
ક્યાંથી લઈ આવવો એવો કોઈ તારણહાર
પ્રશ્નો મુકું મારાં ને સમાધાન મળે
હવે તો પગ થાક્યા રસ્તે રજડતા આમતેમ
કેટલી સરળ હોત આ જિંદગી જો સફરે ચડે
પરિસ્થિઓ જોઈ શકું બંધ આંખે પણ
સામે અરીશે ઉભું તો ઝાંખપ મળે
આમ ને આમ જાય છે ઉંમર ભરત
હવે ક્યાંની ગઝલ લાવું કે જુવાની મળે.