દર્દમાં ડૂબી જતા જીવ ને સુધારી ગયા,
પ્રેમ દિલ પર વારતા જોને બુહારી ગયા,
રોકડો વેપાર શ્વાસો નો કરી ને પછી,
શૂન્યમાં મન લય કરી જોને ઉગારી ગયા.
માન્યતા માં બાંધતા જો હોય સંબંધ જે,
એ જ તકલીફો અહીં સાચે વધારી ગયા.
સળગવું દિલને હવે , હોવાપણું જો નથી,
કોઈ વિરહી અગ્નિ દિલનો એમ ઠારી ગયા.
રાગમાં જીવન સ્વભાવિક હોય છે જો અહીં,
દિવ્ય દર્શન કોઈ , આનંદિત જો વારી ગયા .
-મોહનભાઈ આનંદ