"ખામી."
-@nugami.
નબળાઈ અને હિંમત બંને વિચારોમાં હોય છે,
વિચારોમાં એટલી શક્તિ છે કે એ વ્યક્તિ ને વિકસિત પણ બનાવે છે,અથવા વ્યક્તિ નો વિનાશ પણ નોતરે છે.
જે વ્યક્તિ ને તુચ્છ વિચારો આવે છે,
એ હંમેશા બધી જગ્યા એ,બધી વસ્તુ માં ,બધી જ વ્યક્તિ માં એ તુચ્છતા જ જોતો ફરશે.....
અને જે વ્યક્તિ ને સારા વિચારો આવે છે,એને બધી જ જગ્યા એ ,બધી જ વસ્તુ માં,બધી જ વ્યક્તિ માં કંઇક ને કંઇક ચોક્કસ સારું દેખાશે......
માટે ,વિચારો કેવા છે વ્યક્તિ ના,એના પર થી એનું વર્તન, એનું કાર્ય,એની મહત્તા નક્કી થાય છે....
ભૂલ દરેક થી થાય છે,દરેક માં કોઈ ને કોઈ ખામી હોય છે....
કદાચ ખામી ના હોયતો દરેક વ્યક્તિ પોતાને ઈશ્વર માની બેસે.....
માટે એકાદ ખામી તો રહેવાની.....
બધી ખામી ચાલે....
લૂલું ,લંગડું ,બોડું ,કાણું .....
બધું જ ચાલે.....
પણ આ બધાની દેહમાં ખામી વર્તાય તો જ ચાલે.....
વિચારોમાં જો આ ખામીઓ વર્તાય તો વ્યક્તિ જીવનભર કોઈ ને કોઈ બાબતે પીડાતો રહે......
વિચારો શુદ્ધ,આચરણ શુદ્ધ,વ્યક્તિ નું વ્યક્તિત્વ શુદ્ધ.....
આહાર બધા જ પ્રકાર ના મળે છે,એમ વિચારો ના પણ ઘણા વિકલ્પ છે.....
કેવા અને કયા વિચારો કરવા છે,એ વ્યક્તિ ની માનસિકતા પર આધારિત છે....
શરીર ને વાસી ખાવાનું મળશે તો ચાલશે,પણ મન ને વિચારોનો ખોરાક હંમેશા નિર્મળ અને સારો જ આપવો જોઈએ.....
તો ક્યારેય મનમાં માંદગી નહિ આવે.....
-@nugami