“અતરે રહેવા છતાં અંતરમાં અંતરાય વગર અત્તરની જેમ મહેંકતો રહે તેનું નામ સંબધ. સજા શરીરને સ્પર્શે છે, સમજણ બુધ્ધિને સ્પર્શે છે જ્યારે સ્નેહ હૃદયને સ્પર્શે છે. જગતમાં બધું આપણને પૂછીને જ થાય તેવું ન જ બને અને બધું જ આપણે જાણવું જ જોઇએ તેવો દુરાગ્રહ પણ ન જ રાખવો જોઇએ. જીવનની આટલી દડમજલ કાપીને એટલું જ સમજી શકાયું છે કે, હું જ મારો થાક છું, હું જ મારો વિસામો છું ને હું જ મારો તારણહાર છું!”