🌺*સ્વર્ગ ને નરકની તો વાતો જ છે*
જે ગયા એ રુબરુ કહેવા આજ સુધી આવ્યા કહેવા નથી એટલે કે મૃ્ત્યુની ચિઠ્ઠી ના આવે ત્યાં સુધી દિલ ખોલી જીંદગી જીવી લો,
🌺 અરે મૂકો માથાકૂટ ને ભૂલી જાવ એમને કે જેમણે તમારું દિલ દુભાવ્યું મૂકો એવા ને તડકે જે સતત તમારી ઈર્ષ્યા જ કરે છે એને ભુલીને દિલ ખોલી જીંદગી જીવી લો,
🌺 કોઈની માફી માંગી લો અને કોઈને માફ કરી દો કયાં જવું છે એ અભિમાન રાખીને તમે બસ મોજ ને મજા કરો દિલ ખોલી જીંદગી જીવી લો,
🌺 સ્વાર્થી સંબંધો હોય તો એને પરિસ્થિતિ પર જ છોડી દો તમારી જોડે કોઈએ ખરાબ કર્યું હોય તો હિસાબ ઈશ્વરને કરવા દો તમે બસ દિલ ખોલી જીંદગી જીવી લો,
🌺 બીજાં શું કહેશે એ વિચારવાનું છોડીને આનંદ માણો મજાથી શોખ પૂરાં કરો ઉંમર સામું ના બીજા શું કરે જોયા વગર તમે દિલ ખોલી જીંદગી જીવો લો,
🌺 ઘરમાં કોઈ ન હોય તો નાચવાનું ગાવાનું મન થાય તો ખૂલીને જીવી લો,
ભાવતું ભોજન ઘરવાળી ને બાળકો સાથે જમી લો દિલ ખોલી ને જીંદગી જીવી લો,
🌺 ભાવતી વાનગીને મિત્રો સાથે મોજ મજા કરી જમી લો કોઈની બળતરા કરવાની જરૂર નથી જે જેવું કરે એ એવું ભરે એમ સમજ્યા કરો
દિલ ખોલી ને જીંદગી જીવી લો,
🌺 કુદરતના પ્રકૃતિનો ખોળે ખુ્ંદવા જતાં રહો જોવાય એટલું જોઈ હરી ફરી લો બસ દિલ ફાડીને જીવાય એવુ દિલ ખોલીને જીંદગી ને જીવી લો,
🌺 કોઈને નડીએ નહીં એટલે ઘણું બાકી હંમેશા કોઈના પુરાવા પર નહી પોતાની મેળે જીવવું એવી મજાનું દિલ ખોલી જીંદગી ને જીવી લો,
🌺 થોડું ખુદની મરજી મુજબ પણ જીવો ને માંડ ઉપરવાળાએ મનુષ્યદેહ આપ્યો છે જન્મના કરમ ધરમ જોતાં ફરી આવવાનું ના થાય એવું દિલ ખોલી જીંદગી ને જીવી લો,
🌺 નિજાનંદ જલસાથી જીવો અંત સમયે કીકીયારી ચિચિયારીઓ સાથે કોઈ બોલવું જોઈએ કે જીવ્યો હો એવું દિલ ખોલીને જીંદગી જીવી લો.
🌺🙏🏼નિજાનંદ જીવી જાણો 👏🏼🌷