મોત છે મહેબૂબા ભટકાઈ જૂઓ,
એક નજર નૂરથી હરખાઈ જૂઓ.
ઠેકાણું મળશે ઠેકડા, ના ભરતાં,
એક વેલી થઈને , લપેટાઈ જૂઓ.
જીતવાની હોડે ,હોમી જ દો જ્યાં,
એ શહીદી વ્હોરી ,હરખાઈ જૂઓ,
ત્રાડો નાંખો કોણ અહીં સાંભળશે,
પ્રેમમાં દિલ રાજા ઉભરાઈ જુઓ.
આનંદ સદાયે ઝરણું પામો ભીતર,
ઝાકળ જેવા ફૂલ ,પર છાઈ જૂઓ.
-મોહનભાઈ આનંદ