ડૂબી જતી તરે જો, એક પ્રેમની નૈયા,
ખરે જો આપ ખરા ,અર્થમાં છે ખેલૈયા .
નવીન જો તું વિચારો જ આવે મન માંહી,
સજાવ યાર તુ ઘોડો, મનનો થઇ લડવૈયા.
ધડાક ધૂમ કશું, એકદમ થશે નહિ જો,
લગામ રાખ તું તો, હાથમાં જ ખેવૈયા.
કશુંક પામ જરી, જીંદગી છે મહેબૂબા,
હરેક પલ કદિ ક્યાં છે સુંવાળી જો શૈયા.
દરેક શ્વાસ રહે , રામ નામ રટતા જો,
સદાય પામ તું , આનંદ આપ માં ભૈયા.
-મોહનભાઈ આનંદ