મનોહરદાસ રચીત- ગુરુ મહિમા આરતી.
..........................................
જય ગુરુદેવ હુ આરતી ઉતારું.
મન મંદિરીયે મૂરતી નિહાળું.
જય ગુરુદેવ.જય ગુરુદેવ.
જયજયજય જય.જય ગુરુદેવ.ટેક...
હાથ થાળ લઇ સનમુખ આવું.
અંતર દીપક જ્યોત જગાવું.
કંકુ કેશર ભાલે લગાડુ.
ચેતન ચોખલે તમને વધાવું.ટેક...
પ્રેમ પુષ્પ લઈ ચરણે ધરાવું.
હેતનો હાર કરી ગળે પહેરાવું.
રદય કમળ રંગ મહેલ ઉઘાડું.
ધીરપ ઢોલિયો ધારણે ઢાડું.ટેક...
ઊર ઓશીકા દઈ ચરણો ચાપુ.
હેયાના હેતે ચમર ઢળાવું.
મનોહર મુખડું જોતા નવ થાકુ.
મન મંદિરીયે નિતનિત જાંખુ.ટેક...
જય ગુરુદેવ હુ આરતી ઉતારું.
મન મંદિરીયે મૂરતી નિહાળું.
જય ગુરુદેવ.જય ગુરુદેવ.
જયજયજય જય.જય ગુરુદેવ.ટેક...
.......................................
મનોહર દાસના જય ગુરુ મહારાજ.