બેઠાતા એકલા ત્યાં મસ્તી કરવાને, ઉડતું આવ્યું એક તણખું,
વાદળ પણ આવ્યું એકદમ માથે, ને છાંટો પાડી કહે વરસું ?
તડકાને છાયા ની મસ્તી કરતાં, સુરજ પણ કહે બોલ સરકું ?
બેઠા હતા એકલા ત્યાં મસ્તી કરવાને, ઉડાતું આવ્યું એક તણખું.
આંખોની પાંપણ જરીક ભીની થાય, ને હોઠ થોડાક થોડા મલકે,
અંતરની વાતો કહું અરીસામાં જોઈ, પછી આંખોય ધોધમાર વરસે.
આંધળો પાટો રમે પ્રારબ્ધ પાંગળું, જાણે ચાંચ ખોલી ચાતક રહે તરસ્યું.
બેઠાતા એકલા ત્યાં મસ્તી કરવાને, ઉડતું આવ્યું એક તણખું.
અશોક ઉપાધ્યાય.
02/ june/ 2021